જામનગરમાં પ.પૂ. આચાર્ય વિજયહેમપ્રભ સુરિશ્ર્વરજી મહારાજાની નિશ્રામાં જામનગર વિશા શ્રીમાળી જૈન સંઘ તથા અક્ષય દોશીના પિતા ચંદ્રેશભાઇ અને માતા કિર્તીદાબેનની આજ્ઞા બાદ અક્ષય દોશી દ્વારા દિક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત માનસીબેન દ્વારા પણ દિક્ષા ગ્રહણ કરાઇ હતી. તત્વયત્રીની આરાધના સહિતના ધાર્મિક કાર્યક્રમો, દિક્ષાગ્રહણનો વરસીદાનનો વરઘોડો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ આજે સવારે 5:00 વાગ્યે પ્રવજ્યા વિધિ યોજાઇ હતી. શેઠજી જૈન દેરાસર ચોક ખાતે પ્રવજ્યા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેને દિક્ષા અંગીકાર કરાવવામાં આવી હતી. મહારાજ સાહેબ દ્વારા તેને સાંસારિક જીવન છોડી હાથમાં ઓઘો આપી દીધી. દિક્ષા અંગીકાર કર્યા બાદ સાંસારિક જીવન ત્યજી સાધુજીવન માર્ગે પ્રયાણ કર્યું હતું. જૈન સમાજના ભાવિક ભક્તો તેમજ દિક્ષાર્થી અક્ષય દોશીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. લીલમબેન મહેન્દ્રકુમાર દોશી પરિવારના અક્ષય દોશી દિક્ષા ગ્રહણ કરી રહ્યાં છે. ત્યારે આ પૂર્વે તેના ફૈબા પ.પૂ. સાધ્વીજી પૂણ્યપ્રભાશ્રીજી મ.સા. તથા તેમના માસી પ.પૂ. સાધ્વીજી ધન્યતાશ્રીજી મ.સા. પણ દિક્ષા લઇ ચૂકયા છે.