Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહવે વોટસએપ પર મળશે ડીજીલોકરની સુવિધા

હવે વોટસએપ પર મળશે ડીજીલોકરની સુવિધા

- Advertisement -

ખબર-નવી દિલ્હી
નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. ખુૠજ્ઞદએ કહ્યું કે હવેથી તમે વોટસએપ દ્વારા ખુૠજ્ઞદ હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ વધુ સરળ બનશે. ડિજીલોકર, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળની એક મોટી પહેલનો હેતુ લોકોને તેમના ડિજિટલ દસ્તાવેજ વોલેટ દ્વારા અધિકૃત દસ્તાવેજોની એક્સેસ આપવાનો છે.

- Advertisement -

Digiloker દ્વારા લોકો તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ વોલેટમાં સુરક્ષિત રાખી શકે છે. આ સાથે, આ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવેલા તમામ દસ્તાવેજો સરકારની વિવિધ કચેરીમાં સંપૂર્ણપણે અધિકૃત અને માન્ય ગણવામાં આવે છે. ડિજીલોકરમાં જાહેર કરાયેલા તમામ દસ્તાવેજો મૂળ ભૌતિક દસ્તાવેજો તરીકે માન્ય ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સેવાનો લાભ લેવા માટે ડિજીલોકર એકાઉન્ટ બનાવવું પડશે અને પ્રમાણિત કરવું પડશે. આ સાથે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં વોટસએપ વપરાશકર્તાઓ વોટસએપ નંબર 91-90 13 15 15 15 પર હેલો’ અથવા ’હાય’ અથવા ડિજિલોકર’ મોકલીને ચેટબોટને એક્સેસ કરી શકે છે અને ડિજિલોકર સેવાનો લાભ લઇ શકે છે. MyGov વોટસએપના સરળતાથી સુલભ પ્લેટફોર્મ દ્વારા નાગરિકો માટે આવશ્યક સેવાઓ સુલભ બનાવવાનો છે. આ નવી પહેલ પર ટિપ્પણી કરતા, શિવનાથ ઠુકરાલ, ડાયરેક્ટર, વોટસએપએ જણાવ્યું હતું કે દેશને ડિજિટલ રીતે સશક્ત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular