જામનગરમાં હાથી કોલોની ખાતે આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા 43 વર્ષથી ગરબીનું આયોજન કરાય છે. આ વર્ષે ગરબીમાં પેટ્રોયાટીક થીમ, ગાંધીજીને સમર્પિત, તલવાર રાસ, મહાકાલી તાંડવ રાસ, ઝાંસીકી રાની નૃત્ય નાટીકા, ક્રિષ્ના જન્મોત્સવ, ડાકલા, માંડવી રાસ, મણિયારો રાસ, કચ્છી રાસ એમ વિવિધ પ્રકારના રાસ રજૂ કરવામાં આવ છે.
આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહી બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગરબીનું સંચાલન પિયૂષ હરીયા, કે.કે. વિસરીયા, એડવોકેટ નિલેશ હરીયા, વનરાજસિંહ જાડેજા, એસ.એસ. શેખા, જયેશ ગુઢકા, મિતેન બિદ, હરેશ શુકલ, રૂપેન તન્ના, ગિરીશ કાલેણા, નિલેશ બાવરિયા, સંજય બકરાણીયા, દિપક કુબાવત, મિલન હરિયા, પારસ હરિયા, વિશાલ ગાંધી, હર્ષ હરિયા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે.