Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકેશિયા નજીક પાણીના ટેન્કર પાછળ અથડાતા ડીઝલ ટેન્કરચાલકનું મોત

કેશિયા નજીક પાણીના ટેન્કર પાછળ અથડાતા ડીઝલ ટેન્કરચાલકનું મોત

ભાદરાથી તારાણા જવાના માર્ગ પર અકસ્માત : ડીવાઇડર વચ્ચેના ઝાડને ટેન્કર દ્વારા પાણી પીવડાવતા હતા : પાછળથી પુરપાટ આવી રહેલું ડીઝલ ટેન્કર ધડાકાભેર અથડાયું : અન્ય યુવાનને ઇજા : પોલીસ દ્વારા કાર્યવાહી

જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા નજીક ભાદરાથી તારાણા તરફ જવાના રોડ પરના ડીવાઇડર પરના ઝાડને ટેન્કર દ્વારા પાણી પીવડાવતા હતા તે દરમ્યાન પુરપાટ આવી રહેલા ટેન્કરચાલકે ધડાકાભેર પાણીના ટેન્કર સાથે અથડાતા ડીઝલ ટેન્કરના ચાલકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. તેમજ અન્ય યુવાનને ઇજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાનો વતની રામપ્રતાપસિંઘ શિવમુરતસિંઘ નામના પ્રૌઢ ડીબીએલ કંપની દ્વારા ડીવાઇડર પરના ઝાડને પાણી પીવડાવવાના કોન્ટ્રાક્ટનો એમપી04-એચઇ-1983 નંબરના ટેન્કરમાં પાણી ભરી બેરીકેડીંગ તથા સેફટી કોન સાથે ધોરીમાર્ગ પરના ડીવાઈડર પર વાવેલા ઝાડને ધીમે ધીમે પાણી પીવડાવતા અને પાણીનું ટેન્કર ધીમે ધીમે ચાલતું હતું. ટેન્કર જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા નજીક ભાદરાથી તારાણા જવાના માર્ગ પર રોડની ડાબી બાજુના ડિવાઇડરની વચ્ચેની લાઇનમાં બુધવારે સાંજે પાણી પીવડાવતા હતા તે દરમ્યાન ડીઝલ ભરેલ પુરપાટ આવી રહેલા જીજે12-એઝેડ-7218 નંબરના ટેન્કરચાલકે પાછળથી પાણીના ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડીઝલ ટેન્કરના ચાલક મીસરીભાઇ બુધાભાઇ રાયશી (ઉ.વ.55) (રહે. ભીરીભીરંડિયારા, રેધાર, વાંઢ, તા. ભુજ) નામના પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ક્રિપાલસિંહ દીગુભા જાડેજાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ત્યારબાદ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડીઝલ ટેન્કરચાલક મીસરીભાઇ નામના પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની પાણીના ટેન્કરચાલક રામપ્રતાપસિંઘ દ્વારા જાણ કરાતા પીઆઇ આર. એસ. રાજપૂત તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular