જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતા પરબતભાઈ ગોવાભાઈ મકવાણા (ઉ.વ.52) નામના પ્રૌઢને રવિવારે મધ્યરાત્રિના સમયે શ્ર્વાસની તકલીફ થવાથી સારવાર માટે અહીંની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ અરજણભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.