જામજોધપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન તથા વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ઉપપ્રમુખ ગિરીશભાઇ ખાંટ, ઇલાબેન ખાંટના પૌત્રી તેમજ આશિષ અને સારા ખાંટના પુત્રીના જન્મદિવસ નિમિત્તે સિદસર ઉમિયા માતાજી મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ તથા પ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટમંત્રી ચિમનભાઇ શાપરીયા તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.