જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતા અને વેપારી યુવાન સાથે સુરેન્દ્રનગરના બે વેપારીઓએ રૂા.5.49 લાખના તેલના ડબ્બા મંગાવી પૈસા નહીં આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મેડી ગામમાં રહેતા અને ધુડશિયા ગામમાં વેપાર કરતા દયાળજીભાઈ ભીમાણી નામના પ્રૌઢ વેપારી પાસેથી સુરેન્દ્રનગરના ઈસ જગદીશ ચૌહાણ અને તેના પિતા જગદીશ ચૌહાણ નામના બંને પિતા-પુત્ર શખ્સોએ દયાળજીભાઈને વિશ્ર્વાસમાં લઇ તેમની પાસેથી ડિસેમ્બર માસમાં રૂા.5,49,990 ની કિંમતના 200 ડબ્બા તેલ મંગાવ્યું હતું. ત્યારબાદ તેલના ડબ્બાનું ભેગુ પેમેન્ટ કરવા માટે પિતા-પુત્ર દ્વારા આનાકાની કરવામાં આવતા પૈસા નહીં આપતા આખરે વેપારીએ પિતા-પુત્ર શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.