Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ધર્મસભા બની ઈતિહાસ

જામનગરમાં ધર્મસભા બની ઈતિહાસ

સનાતન હિન્દુ ધર્મના જતન માટે દેશની શાળા-કોલેજોમાં ધર્મનું શિક્ષણ આપવા જગદગુરૂ શંકરાચાર્ય સ્વામિ સદાનંદ સરસ્વતિજી મહારાજની અપીલ : ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા નવા વર્ષની શુભકામનાઓ પાઠવાઈ

- Advertisement -

દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્યનો પદભાર સભાળ્યા પછી સૌ પ્રથમવાર જામનગરમાં પરમ શિવભક્ત અને સનાતનધર્મી ધારાસભ્યા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તેમના પરિવારના આંગણે પધાર્યા હતા. જગદગુરૂ શંકરાચાર્યના આધ્યાત્મક અને ધાર્મિક પ્રવચન સાથે વિશાળ ધર્મસભા યોજાય હતી અને સાથે સાથે નૂતન વર્ષના સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. છોટીકાશીનું બિરૂદ ધરાવતા જામનગરમાં સૌ પ્રથમવાર પૂજયપાદ દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને ધર્મભક્તિ વર્તમાન સમયમાં ખુબ જરૂરી છે. તેઓએ હિન્દુ સંસ્કૃતિના જતન માટે દેશભરના શિક્ષ્ાણમાં ધર્મના પાઠ સિખવવા અને સંસ્કારનું સિંચન કરવા અનુરોધ ર્ક્યો હતો.

- Advertisement -

જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સહજાનંદ સરસ્વતીનું આગમન થયું ત્યારે ગાંધીનગર રોડ પર પુષ્પ વર્ષા અને આતસબાજી સાથે સ્વાગત ઉમટીયા હતા. અનેક મોટરકાર અને બાઈક સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અમે. જાડેજા (હકુભા)ના નિવાસસ્થાન મનહરવિલાએ પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું વંદન કરી પુષ્પવર્ષા સાથે સ્વાગમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રવેશ સમયે ઉચાં દંડ સાથે તેમના રથ ભગવા ધ્વજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવના જય ધોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

ધારાસભ્યના નિવાસસ્થાને આ શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તીત થઈ હતી. ત્યા જગતગુરૂનું જગદંબાના સ્વરૂપ જેવી નાની-નાની બાળાઓ દ્વારા પુષ્પવૃષ્ટી કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં જે પૂજયપાદ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાદુકા પૂજન વિદવાન બ્રાહ્મણોના મંત્રોચાર સાથે ધારાસભ્ય ધર્મેન્સિંહ મેરૂભા જાડેજા તથા મહિપતસિંહજી જાડેજા તથા રાજભા જાડેજાનો પરિવાર જોડાયો હતો. પાદુકા પુજન સમયએ ભગવાન દ્વારકાધીશ અને ભગવાનજગતગુરૂ આચાર્યના જયધોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પાદુકાપૂજન ર્ક્યા બાદ જગતગુરૂ શંકાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહાજના આશીર્વાદ મેળવ્યા હતા.

- Advertisement -

જામનગરની ધરતી ઉપર યોજવામાં આવેલી ધર્મસભામાં ધર્મયાત્રાનો પ્રારંભ એક ઐતિહાસિક ઘટના સાથે જોડાયો હોવાનું દ્વારકાશારદાપીઠના પ.પૂ. નારાયણનંદજીએ જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં એમ પણ ઉમેરીયું હતું કે ભવિષ્યના સંકેત સાથે આ ધર્મસભા એક અનેરી બની રહેશે. સનાતન ધર્મની રક્ષ્ાા માટે સાસન કરતા એટલે કે રાજતંત્ર અને ધર્મતંત્રનું એક અનેરૂ મિલનનું નિર્માણ થયું છે. ભગવાનવિષ્ણુએ સમાજના દેવતાની સાથે ધર્મના નેતા તરીકે રહયા છે. ત્યારે ઈતિહાસના પાના ઉપર આજની આ ધર્મસભા ધારાસભ્યના પાદુકાપૂજન સાથે લખાશે. આ ધર્મસભાને જગતગુરૂ પ્રાન્તસ્મર્ણીય સદાનંદ સરસ્વતીજીએ સંબોધન ર્ક્તા જણાવ્યું હતું કે, ધર્મના પાલન માટે માનવધર્મ અને મનુષ્યમાં બુદ્ઘિ સાથે વિવેકએ પરમાત્માએ આપેલી અનેરી ભેટ છે. મનુષ્યના જીવનમાં માતા-પિતાની ભક્તિ સાથે જ ગુરૂના આશીર્વાદ સાથે જ્ઞાન મળે ત્યારે જ હિન્દુ ધર્મનું અનુકરણ ગણી શકાય. સનાતન હિન્દુ ધર્મ એટલે શું, હિન્દુત્વ કોને કહે છે તે વાતને બહુજ સહેજ રીતે સમજાવી હતી. મનુષ્યનો અવતાર દરમ્યાન માનવીએ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને ધર્મભક્તિ કરવી જોઈએ. તેઓએ ધર્મના પાલન માટે સરળતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ અને ભારતની હજારો વર્ષ જુની સંસ્કાર અને સંસ્કૃતિનો અનેરો ઈતિહાસ છે. ધર્મમાં ક્રાંતી આવી છે એટલે જ વર્તમાન સમયમાં દેશના વિવિધ હિન્દુ ધર્મના ધર્મસ્થાનો એટલે કે ારકા, સોમનાથ, બીનાથ, કેદારનાથ, તિરૂપતિબાલાજી સહિતના યાત્રાધામોએ ભાવિકોની ભીડ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડી છે. દેશની સંસ્કૃતિ અને દેશના રક્ષ્ાણ માટે અને સંસ્કારના સિંચન માટે શાળા-કોલેજોમાં ધર્મનું શિક્ષ્ાણ નાનપણથીજ બાળકોમાં આવે તે માટેનુું આયોજન દેશભરની શાળા-કોલેજોમાં શરૂ કરવાની હિમાયત પૂજયપાદ દ્વારકાશારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે કરી હતીે. તેઓએ વર્તમાન સમયમાં ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તન અંગે ચિંતા દર્શાવી હતી. તેઓએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા (હકુભા)ને ધર્મના રક્ષ્ાક ગણાવ્યા હતાં અને તેઓ દ્વારા કરવામાં આવતા ધાર્મિક અને માનવસેવાના કાર્યોને બિરદાવ્યા હતા અને રાજતંત્ર સાથે ધર્મતંત્રને પણ સાથે રાખવા અનુરોધ ર્ક્યો હતો. તેઓએ આવનારા સમયમાં રાષ્ટ્રભક્તિમાં રાજતંત્રને પણ ધ્યાનમાં લેવા લોકોને અપિલ કરી હતી. જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા યોજાયેલી ધર્મસભા અને જગતગુરૂની પાદુકાપૂજન સાથે નવાવર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મહામંત્રીદિલીપભાઈ ભોજાણીએ તેમની આગવી શૈલીમાં સર્વેનું સ્વાગત ર્ક્યુ હતું. આ ધર્મસભામાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંધના પ્રાંત અધિકારીપંકજભાઈ રાવલે સંબોધન ર્ક્તા સમાજને સંદેશો આપ્યો હતો. તેઓએ હિન્દુ સમાજના તમામ લોકોને એક થવા અનુરોધ કરતા જણાવ્યુું હતું કે વર્તમાન સમયમાં માતૃશક્તિએ સમાજનો મુખ્ય આધાર હોય ત્યારે સમાજના લોકોએ પણ શાસકોને પણ સહકાર રાષ્ટ્રની એક્તા માટે આપવા અપિલ કરી હતી.
જગતગુરૂ શંકરાચાર્યજી સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના દર્શન કરી અને આશીર્વાદ મેળવવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પિતામેરૂભા જાડેજા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, બ્રિજરાજસિંહ જાડેજા, મનહરભાઈ ઝાલા, પૂર્વ મેયરઓ ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઈ પટેલ, જયશ્રીબેન જાની, પ્રતિભાબેન કનખરા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખડો. પી. બી. વસોયા, ડે. મેયર તપનભાઈ પરમાર, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંધનારાજુભાઈ પિલ્લાઈ, વિશ્ર્વ હિન્દુ પરિષદના ભરતભાઈ મોદી, ભરતભાઈ ડાંગરીયા, કરશનભાઈ ડાંગર, શહેર ભાજપના પુર્વ અધ્યક્ષ્ાઓ નિલેષભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, બ્રહ્મસમાજના આગેવાન સુરેન્ભાઈ વ્યાસ, બ્રહ્મસમાજના પ્રમુખપ્રફુલભાઈ વાસુ, આષિભાઈ જોષી, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, ડો. વિજયભાઈ પોપટ, ડો. વી. એમ઼ શાહ, ડો. નિલેષભાઈ ગઢવી, ડો. વૈભવભાઈ ગાંધી, ડો. વિરાણી, રાજપુત સમાજના આગેવાન ગોવુભા જાડેજા (ડાડા), ઉદ્યોગપતિસરદારસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, વી.પી. મહેતા, સુરેશભાઈ તન્ના, હિમાંસુભાઈ કુડલીયા, ડો. વિનોદભાઈ ભંડેરી, ભનાબાપા, કિરીટભાઈ મહેતા, પ્રવિણસિંહ જાડેજા, શશીકાંતભાઈ પૂંજાણી, શેતલબેન શેઠ, મહેન્દ્રસિંહ જાડેજા, ધનશ્યામસિંહ સોઢા, રાજભાઈ બારોટ, હિરેનભાઈ ત્રિવેદી, ભરતસિંહ જાડેજા, વિનુભા તન્ના, ખુમાનસિંહ સરવૈયા, મયુરભાઈ ટંકારીયા તેમજ જામનગર મહાનગરપાલિકાના કોર્પોેરેટરઓ તથા જુદા-જુદા સમાજના હોદેદારો, વેપારી આગેવાનો, ગણેશ મંડળો, ગરબી મંડળો આ ઉપરાંત જુદા-જુદા મહિલા મંડળો તેમજ સમાજના સમાજ સેવકો, ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, વકીલો, ડોકટરો અને અનેક સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતાં. વિક્રમ સવંત ર079 ના નુતન નવા વર્ષમાં નવું વર્ષ સુખ-શાંતી અને સમૃદ્ઘિ સાથે તંદુરસ્ત જીવન બની રહે તેવી શુભકામના જામનગર 78 ના ધારાસભ્ય ધર્મેન્સિંહ એમ઼ જાડેજા (હકુભા) સર્વે જામનગર વાસીઓને આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ ક્યુર્ં હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular