Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારધાનપુરના દારૂના ગુનાનો બુટલેગર કાલાવડમાંથી ઝડપાયો

ધાનપુરના દારૂના ગુનાનો બુટલેગર કાલાવડમાંથી ઝડપાયો

- Advertisement -

ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનાનો લિસ્ટેડ બુટલેગર કાલાવડમાં બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, રાજ્યના દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના કોતંબી ગામનો વતની અને જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં દારૂના ગુનામાં સંડોવાયેલા વિનેશ ઉર્ફે વિનુ મગન માવી નામનો લિસ્ટેડ બુટલેગર ઘણાં સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો દરમિયાન લિસ્ટેડ બુટલેગર કાલાવડમાં બસ સ્ટેન્ડ પાસે આવવાનો હોવાની પોલીસ ઈન્સ્પેકટર જે એસ ગોવાણી તથા એએસઆઇ મયુરસિંહ પરમાર, હેકો ગીરીરાજસિંહ જાડેજા, પો.કો. સાજીદ બેલીમ, પ્રકાશ મકવાણા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બસ સ્ટેન્ડ પાસેથી વિનેશ ઉર્ફે વિનુ મગન માવી નામના બુટલેગરને દબોચી લઇ ધાનપુર પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular