Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતધૈર્યરાજને આવતીકાલે મળશે નવજીવન, મુંબઈની હોસ્પિટલમાં અપાશે 16 કરોડનું ઈન્જેકશન

ધૈર્યરાજને આવતીકાલે મળશે નવજીવન, મુંબઈની હોસ્પિટલમાં અપાશે 16 કરોડનું ઈન્જેકશન

- Advertisement -

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં સપડાયો છે તેનું નામ એસ.એમ.એ-1 એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે જેને અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે. જોકે, માતા-પિતા મધ્યમવર્ગના હોવાથી પોતાના બાળક માટે લોકો અને સંસ્થાઓ પાસે પૈસાની મદદ કરવા માટે અપીલ કરી હતી. અને ગુજરાતીઓ સહીત લાખો લોકોએ સાથે મળીને 16કરોડની રકમની સહાય કરી છે. ત્યારે આવતીકાલે ધૈર્યરાજને નવું જીવન મળવા જઈ રહ્યું છે.

- Advertisement -

ધૈર્યરાજને આજે મુંબઈ લઇ જવામાં આવ્યો છે. અને તેની  સારવાર માટે રૂ. 16 કરોડનું એક ઈન્જેક્શન અમેરિકાથી આવી ગયું છે. આવતીકાલે 16 કરોડનું ઈન્જેકશન મૂકવામાં આવશે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં એક બાળકની તસ્વીર વહેતી થઇ છે. ગોધરામાં રહેતા ચાર માસના ધૈર્યરાજ નામના બાળકને ગંભીર બીમારી હોય અને તેની સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન મંગાવવાનું હોવાથી તેના માતા પિતાએ સંસ્થાઓ અને લોકોને મદદની અપીલ કરી છે. અને ત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. અને આ બાળકના ખાતામાં 16 કરોડની રકમ જમા થઇ ગઈ છે.  

બાળકના પિતા રાજદીપસિંહે 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યાં વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી હતી. ધૈર્યરાજનાં માતા-પિતાએ તેમના પુત્રને સાજો કરવા દાન આપનારા તમામ દાનવીરોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેમને ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી પણ દાન મળ્યું છે. આજે ધૈર્યરાજને સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular