Monday, December 23, 2024
Homeરાજ્ય72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડને મળ્યા જામીન

72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડને મળ્યા જામીન

- Advertisement -

રાજકોટના ચર્ચાસ્પદ મયૂરસિંહ રાણા પર હૂમલા કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આ ઉપરાંત તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે. આજે હાઈકોર્ટે જામીન મંજુર થયા છે. આજે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા હતા. રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ કારમાં આવે છે અને એકાએક ધોકા સાથે ઉતરી મયુરસિંહ રાણા નામના યુવાન પર બેફામ માર મારે છે. અચાનક આસપાસના લોકો એકઠા થતા તેઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular