સમગ્ર વિશ્વને અહિંસા-શાંતિનો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીરસ્વામીનો આજે ર6ર4મો જન્મ કલ્યાણક ઉજવાયો હતો. જામનગર સહિત હાલાર પંથકમાં પણ આજરોજ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.

ર4માં તીર્થંકર શ્રી મહાવીરસ્વામી ભગવાનનો આજે ર6ર4મો જન્મ કલ્યાણક છે. જેની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી જામનગરના સમસ્ત જૈન સંઘોના ઉપક્રમે સામુહિક આયોજન થકી પ.પૂ.પં.પ્ર જગતશેખરવિજયજી મ.સા.ની પ્રેરણાથી સામુહિક રથયાત્રાનું કરવામાં આવે છે. જે આ વર્ષે સતત ત્રીજા વર્ષે ર6થી વધારે જૈનોના સંઘો સાથે મળીને આયોજન કર્યુ હતું.
ભગવાન શ્રી મહાવીરસ્વામીની રથયાત્રા પ.પૂ. પન્યાસ વજ્રસેનવિજયજી મ.સા.ના લઘુગુરુ પ.પૂ. મુનિરાજ કમલસેનવિજયજી મ.સા. તથા પ.પૂ. પન્યાસ પ્રવર હેમતિલકવિજયજી મ.સા. તથા પૂ. સાધ્વીજી ભાવવર્ધનાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી ભવ્યવર્ધનાશ્રીજી મ.સા. આદી ઠાણા તથા જામનગરમાં બિરાજમાન તમામ સંઘમાં બિરાજમાન સાધુ-સાધ્વીજીની નિશ્રામાં આજે સવારે શહેરના શ્રી શેઠજી દેરાસર ચાંદીબજારથી નિકળી સજુબા સ્કૂલ, ખાદી ભંડાર, ટાઉનહોલ, લાલબંગલો, પોપટલાલ ધારશી જિનાલયે થઈ જી.જી. હોસ્પિટલ રોડ, ડીકેવી રોડ થઈ પેલેસ મહાવીરસ્વામી જિનાલયે પૂર્ણ થઇ હતી. જ્યાં મહારાજ સાહેબના વ્યાખ્યાન બાદ નવકારશીનું આયોજન કરાયું હતું.
View this post on Instagram
આ રથયાત્રામાં જૈન સમાજના અગ્રણી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ભરતભાઇ પટેલ, અજયભાઇ શેઠ, કિરીટભાઇ મહેતા, વિજય સંઘવી સહિતના અગ્રણીઓ જૈનોના ર6થી વધુ સંઘોના ટ્રસ્ટીઓ, તમામ સંઘના યુવાનો, બહેનોના મંડળના લોકો સહિતના વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.


