Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય93 વર્ષના ભારતીબાપુના નિધનથી ભક્તોમાં શોક

93 વર્ષના ભારતીબાપુના નિધનથી ભક્તોમાં શોક

જૂનાગઢ ખાતે સમાધિ: વડાપ્રધાન-મુખ્યમંત્રી દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

- Advertisement -

રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

- Advertisement -

ભારતી બાપુ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપુના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, જૂનાગઢમાં ક્યારે સમાધિ કાર્યક્રમ થશે તેનાં વિશે માહિતી આપવામાં આવી નથી. આજે સવારે 9.30 વાગ્યા સુધી બાપુના અંતિમ દર્શન સરખેજ આશ્રમ ખાતે કરી શકાશે ત્યારબાદ બાપુના બ્રહ્મલીન શરીરને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે કોવીડ ગાઇડલાઇન અંતર્ગત બાપુને સમાધિ આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular