દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે ગઈકાલે તથા આજે સવાર સુધીમાં પોણો ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે.
દ્વારકા તાલુકામાં ગઈકાલે 8 અને આજરોજ સવારે 11 મીલીમીટર મળી કુલ 19 મીલીમીટર, ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરે 9 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં બે દિવસ દરમિયાન 16 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં આજરોજ 18 મીલીમીટર વરસાદ જવા પામ્યો છે.
આ સાથે ખંભાળિયા તાલુકામાં 572 મીલીમીટર, દ્વારકા તાલુકામાં 342 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 303 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં 279 મીલીમીટર કુલ વરસાદ નોંધાયો છે.
હાલ અવિરત રીતે ગરમી અને વરસાદી માહોલ વચ્ચે હવે મુશળધાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા દિવસોમાં વરાપ અને તડકા બાદ પુન: વરસાદ શરૂ થતા મગફળી તથા કપાસના પાકને ફાયદો થવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.