મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજાભા પાલાભા સૂમણીયા તથા માકભા ઉર્ફે માપલો વિરાભા સૂમણીયા પાસા હેઠળ વડોદરા તથા સુરત જેલમાં ધકેલી દેવાયા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદિપસિંહ તથા દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોષી દ્વારા જિલ્લામાં માથાભારી ઇસમો શરીર સંબંધિ ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઇસમો ઉપર પાસા હેઠળ પગલાં લેવા સુચના કરતાં મીઠાપુર પો.ઇન્સ. જે.કે.ડાંગર તથા ઓખા મરીન પો.સબઇન્સ. એમ.ડી.મકવાણાએ હાજાભા પાલાભા સૂમણીયા(કૃષ્ણનગર આરંભડા મીઠાપુર) તથા માપભા ઉર્ફે માપલો વિરાભા સૂમણીયા(મીઠાપુર) વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ દરખાસ્ત મંજૂર કરતાં એલસીબીના પોલીસ ઇન્સ.જે.એમ. ચાવડા એ બન્ને ઇસમોની અટકાયત કરી જેલ ખાતે ધકેલીયા હતાં. આરોપી આજાભા સુમણીયાને વડોદરા તથા માપભા ઉર્ફે માપલો સૂમણીયાને સુરત જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સ.ઇ. એસ.વી.ગળચર, એલસીબીની ટીમ તથા મીઠાપુર પો.ઇન્સ. જે.કે.ડાંગર તથા ઓખા મરીન પો.સબ.ઇન્સ. એમ.ડી.મકવાણા દ્વારા કરવામાં આવી છે.