ખંભાળિયા પંથકના વાડીનાર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી પ્રકરણના બે આરોપીઓને એલસીબી પોલીસે ચોરીની બે મોટરસાયકલ સાથે દબોચી લીધા હતા. ખંભાળિયા પંથકમાં ચોરી સંદર્ભેના ગુનામાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આવી રહેલી કામગીરી અંતર્ગત એલસીબીના પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જામનગર માર્ગ પર વાડીનાર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર અને બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ફિરોજ અનવરભાઈ સુંભણીયા (ઉ.વ. 27) તથા જામનગર તાલુકાના સિક્કા ખાતે રહેતા અફઝલ ઉર્ફે અબ્જુ રસીદભાઈ ભટ્ટી (ઉ.વ. 21) નામના બે શખ્સોને રૂપિયા 25 હજારની કિંમતનુ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા જી.જે. 10 બી.એફ. 6015 નંબરની ખોટી નંબર પ્લેટ વારા અને જી.જે. 10 બી.ઈ. 3849 સાચા નંબરના રૂ. વીસ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે નીકળેલા બંને શખ્સોને અટકાવી, પોલીસે પૂછપરછ કરતાં આ શખ્સો દ્વારા આશરે છ માસ પૂર્વે એક મોટરસાયકલ અને આશરે દસ દિવસ દિવસ પૂર્વે બીજી મોટરસાયકલ એક ખાનગી કંપનીના પાર્કીંગ એરિયામાંથી ચોરી કરી, આ મોટરસાયકલની નંબર પ્લેટ બદલી, ચેસીસ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું કબૂલ્યું હતું.
આથી એલસીબી પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની રૂપિયા 45 હજારની કિંમતના બંને વાહન સાથે અટકાયત કરી વધુ તપાસ અર્થે તેનો કબજો વાડીનાર મરીન પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
વાડીનાર ગામેથી બે મોટરસાયકલ ચોરી પ્રકરણમાં બે શખ્સોની અટકાયત
મુદ્દામાલ કબજે: એલસીબી દ્વારા કાર્યવાહી