જામનગર શહેરના પુનિતનગરમાં આવેલા મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠીના સાધનો અને દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગરમાં પુનિતનગર શેરી નં.2 માં રહેતા પ્રદિપસિંહ ભનુભા ચુડાસમા નામના શખ્સના મકાન પર દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.6800 ની કિંમતના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો અને રૂા.2000 ની કિંમતની એક હજાર લીટર દારૂ બનાવવાનો કાચો આથો તથા 2400 ની કિંમતના દેશી દારૂ 120 લીટર સહિત કુલ રૂા.11,200 નો મુદ્દામાલ કબ્જે કરી મયુરસિંહ સજુભા જાડેજા નામના શખ્સની અટકાયત કરી હતી અને પ્રદિપસિંહ ચુડાસમાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.