રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસથી વિવિધ 10 જેટલા પ્રશ્નોને લઇને માંગણીઓ કરી રહ્યા છે. ત્યારે આજે રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા ટ્વીટ મારફતે જાણકારી આપવામાં આવી છે. તબીબી શિક્ષકોના 10 જેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના તબીબી શિક્ષકોનો અત્યારે જે પશ્ન ચાલી રહ્યો છે તેના અંગે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં કોવીડની સારવાર લઇ રહ્યા હતા તે દરમિયાન એસોસીએશનના પ્રમુખ સાથે વાતચીત કરી હતી. જે સંદર્ભે કોરોનામુક્ત થયા બાદ આજે આ 10 પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય અધિકારીઓ સાથેની ચર્ચા બાદ આ પ્રશ્નોના નિરાકરણની મંજુરી આપી છે. અને હવે બધા જ તબીબી શિક્ષકો નૈતિકતાથી પોતાની ફરજો બજાવશે તેવી આશા વ્યક્ત કરી છે.આ સિવાય તેઓએ અપીલ કરી હતી કે આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓના વ્યાજબી અને યોગ્ય પ્રશ્નોના નિરાકરણ માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
તબીબોએ 10 પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકારને 11 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગારપંચ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં તેઓ હડતાળ ઉપર છે.