રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી તા.02 માર્ચના રોજ જામનગરની મુલાકાતે હતા. ત્યારે દિયા કુમારીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. દિયા કુમારી સાથે ધારાસભ્ય સર્વે મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી રમેશભાઈ મુંગરા, ડો.વિમલભાઈ કગથરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.