Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો સંચાલિત ઢોરના ડબ્બામાં પશુઓની દયનિય હાલત - VIDEO

જામ્યુકો સંચાલિત ઢોરના ડબ્બામાં પશુઓની દયનિય હાલત – VIDEO

કોર્પોરેટર રચના નંદાણિયા દ્વારા જનતા રેડ : સફાઇના અભાવે કાદવ-કિચડમાં પશુઓ જોવા મળ્યા : સમયસર ખોરાક પણ ન અપાતો હોવાનું સામે આવ્યું

- Advertisement -

જામનગરના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર દ્વારા આજરોજ રણજીતસાગર ડેમ નજીક આવેલા ઢોરના ડબ્બામાં જનતા રેડ કરી હતી. જેમાં સફાઇ તથા સારવારનો અભાવ તેમજ ડબ્બામાં રહેલા પશુઓને સમયસર ચારો ન અપાતો હોવા સહિતની બેદરકારીઓ સામે આવી હતી અને આ અંગે કમિશનરને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં બેદરકારી દાખવાતી હોવાની તેમજ અહીં પશુઓના મોત થતાં હોવાની ફરિયાદો અવાર-નવાર પશુઓ પ્રેમીઓમાં ઉઠતી રહે છે. અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નં. 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા દ્વારા આજરોજ સવારે જામનગર શહેરમાં રણજીતસાગર ડેમ નજીક આવેલ ઢોરના ડબ્બાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં વહેલી સવારે પહોંચી ગયા હતાં. જેમાં ઢોરના ડબ્બામાં ખૂબ જ કાદવ-કિચડ હોય, સફાઇનો અભાવ જોવા મળ્યો હતો. ગાય તથા ખુંટીયા કાદવ-કિચડમાં પડયા હતાં. અહીં 11 જેટલી ગાયો તથા 1500 જેટલા ખુંટીયા હાલમાં આ ઢોરના ડબ્બામાં છે. જે સફાઇના અભાવે ખૂબ જ દયનિય હાલતમાં છે. અહીં સવારે 8થી 9 દરમિયાન પશુઓને ચારો આપવાનો સમય છે. પરંતુ 9:45 સુધી આ પશુઓને કોઇપણ જાતનો ચારો આપવામાં આવ્યો ન હોય. ભૂખ્યા પડયા હતાં.

- Advertisement -

ત્યારબાદ એક ટ્રેકરટ જેટલો ચારો આવ્યો હતો. જે માત્ર ગાયોને આપવામાં આવ્યો હતો અને ખુંટીયા માટે કોઇપણ જાતનો ચારો કે કોઇપણ જાતના ખોરાક માટે કાઇપણ વસ્તુઓ આવી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. આજે શનિ-રવિની રજા હોય, સોમવારે આ સમગ્ર બાબતે કમિશનરને જાણ કરી રજૂઆત કરવામાં આવશે અને કોન્ટ્રાકટર વિરુધ્ધ પગલાં લેવાની માગણી કરવામાં આવનાર હોવાનું પણ રચનાબેને જણાવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular