Sunday, January 18, 2026
Homeરાજ્યજામનગરઅપહરણ હત્યા પ્રયાસના ગુનાના આરોપીના રીમાન્ડ નામંજૂર

અપહરણ હત્યા પ્રયાસના ગુનાના આરોપીના રીમાન્ડ નામંજૂર

ગત તા.21-9-2022 ના રોજ નાઘેડી વિસ્તારમાં આશિર્વાદ રીસોર્ટની પાછળ રહેતા ભરતભાઈ મેરને તેના ઘરેથી ઉપાડી લઇ જઇ મારી નાખવાનો પ્લાન બનાવી બે સફેદ કલરની સ્વીફટ કારમાં ભરતભાઈની વાડીમાં પ્રવેશ કરી ગેરકાયદેસર મંડળી રચી હાથમાં પ્રાણઘાતક હથિયારો સાથે આવી સમાન ઈરાદો પાર પાડવા માટે ભરતભાઈ મેરનુ તેના ઘરેથી કારમાં અપહરણ કરી ત્રણ પાટીયા જામજોધપુર તરફ લઇ જઇ અને ભરતભાઈ મેરને મારી નાખવાના ઈરાદે આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને કારના ચાલક ભૂપત તથા રમેશએ ભરતભાઈના હાથ પગ પકડી રાખતા આરોપી રાજુએ છરીના ઘા માર્યા હતાં. જે બનાવ અંગે જામનગર પંચકોશી બી ડીવી.પો.સ્ટે. દ્વારા આઈપીસી ક.307, 365 વગેરે મુજબ ગુનો નોંધી પોલીસે એક આરોપી રાજુ નાથા કારાવદરાની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા જામનગર ઈન્ચાર્જ ચીફ જયુડી. મેજી. એ.બી. ભટ્ટ દ્વારા આરોપીના વકીલની રજૂઆત ધ્યાને લઇ આરોપીના રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે.

- Advertisement -

આરોપી તરફે વકીલ રણમલ એમ. કાંબરીયા, અભિષેક બી. નંદા તથા હિતેશ ગાગીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular