જામનગરમાં મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાના કેસ વધી રહ્યા છે મચ્છરજન્ય રોગોના અનેક ઘરોમાં કેસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં લાલપુર તાલુકાના જોગવડ ગામમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાતા આ વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હતો. હાલમાં જામનગરમાં મેડીકલ કેમ્પસમાં પણ ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહ્યા હોય તંત્ર દ્વારા અહિં ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાલની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની શકયતા હોય છે જેના પરિણામે ઋતુજન્ય રોગચાળો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના કેસો વધે છે હાલમાં જામનગર શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે. જામનગરના અનેક ઘરોમાં શરદી, ઉધરસના કેસો જોવા મળી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં રોગચાળો વકરે છે જામનગરમાં પણ ઋતુજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે હોસ્પિટલોમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ વધી રહ્યા છે. જામનગર શહેરમાં હાલમાં ડેન્ગ્યુના પોઝીટીવ કેસો પણ નોંધાઇ રહ્યા છે. એક તરફ જન્માષ્ટમીના તહેવારો નજીક આવી ગયા છે. તો બીજી તરફ ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે.
હાલ જામનગર શહેરમાં ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાંથી જામનગરના મેડીકલ કેમ્પસમાં 76% જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહ્યા છે. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા મેડીકલ કેમ્પસમાં તમામ કવાટર્સ, હોસ્ટેલ, લાયબ્રેરી સહિતની જગ્યાઓમાં ફોગીંગ તથા તમામ કેમ્પસમાં એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન મેડીકલ કેમ્પસમાં ચાલી રહેલ ક્ધસ્ટ્રકશન સાઇટમાં પાણી ભરાઇ રહેલ જોવા મળ્યું હતું. તેમજ તેમાં મચ્છરના પોળા જોવા મળ્યા હતાં. જેનો આરોગ્ય ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. તથા આ ન્યુસન્સ ફેલાવવા બાબતે ક્ધસ્ટ્રકશન સાઇટના માલીક પાસેથી રૂા.1000નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
ચોમાસાની ઋતુ વચ્ચે ઋતુજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. જેથી આ જોગવડ ગામને કોલેરા રોગગ્રસ્ત જાહેર કરતું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે જામનગરમાં પણ મેલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગચાળા શરદી, ઉધરસના કેસો વધી રહ્યા હોય તંત્ર પણ નિયમીત સાફ સફાઇ કરે તે જરૂરી છે. આ સાથે જ શહેરીજનો પણ સતર્ક રહે તે આવશ્યક છે જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે રોગચાળાને લઇ જાગૃતિ જરૂરી છે.


