Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખગોળમંડળ દ્વારા ઝીરો શેડો ડેનું નિદર્શન

જામનગરમાં ખગોળમંડળ દ્વારા ઝીરો શેડો ડેનું નિદર્શન

મેયર બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગરના નભોમંડળમાં આજે વધુ એક ખગોળીય ઘટના જોવા મળી હતી. 4 જૂન ને શુક્રવારે ‘ઝીરો શેડો ડે’ તરીકે ઉજવાયો હતો. આજરોજ બપોરે 12.49 મિનિટે સૂર્ય માથા પર આવતા તેનો પડછાયો બંધ થયો હતો. જેથી 4 જૂન ‘ઝીરો શેડો ડે’ તરીકે રહ્યો હતો.

- Advertisement -


ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષ માં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે, તે જગ્યા એ અમુક ક્ષણો માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે. જેને ‘ઝીરો શેડો ડે’ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્ય ની આસપાસ 23.5 ડિગ્રીએ નમી ને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દિશામાં અને દક્ષિણાયનની દિશામાં ચોક્કસ અંતરે +23.5 કકઁવૃત અને -23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેક્ધડ માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે. જુદા-જુદા સ્થાન માટે આ તારીખો અલગ-અલગ હોય છે. જામનગર શહેર માં આજરોજ પડછાયો અદ્રશ્ય થતો દેખાયો હતો. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અક્ષાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયનને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબરૂપે પડે છે. જામનગરના અક્ષાંસ 22.47 – એન. અને રેખાંશ 70.05 – ઇ. છે. એટલે સ્થાનિક સમય નો તફાવત 49 મીનીટ અને 40 સેક્ધડ નો થાય. એટલે જામનગરમાં શુક્રવારે આજે ‘ઝીરો શેડો ડે’નો સમય 12.49 કલાકનો રહ્યો હતો.
સંકલન- કિરીટ શાહ
ખગોળ મંડળ, જામનગર.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular