દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને 108 ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં 108 નો ઉપયોગ 108 ઈમરજન્સીમાં રહેલી તમામ ઉપયોગી એવી સાધન સામગ્રી વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ડેમોસ્ટ્રેશનના આયોજનમાં 108 ખંભાળિયાના ઈ.એમ.ટી. જુનેદભાઈ અને 108 ઈમરજન્સીના પાઈલોટ મનોજભાઈ દ્વારા ડેમોસ્ટ્રેશન કરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને 108 ની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.