Friday, February 6, 2026
Homeરાજ્યજામનગરશ્રી ધણશેરિયા હનુમાન મંદિરનું ડિમોલીશન

શ્રી ધણશેરિયા હનુમાન મંદિરનું ડિમોલીશન

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા જર્જરિત બ્રીજને નવો બનાવવા માટે ડિમોલીશન કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત શ્રી ધણશેરિયા હનુમાન મંદિરનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલીશન કામગીરી બાદ આગામી દિવસોમાં વધુ ડિમોલીશન હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બ્રીજના 10 પીલરના પાયા નાખવા અને બાંધકામ કરવા સહિતની કામગીરી ચાર લેનનો સ્લેબ (રોડ) જૂન માસ પહેલાં પૂર્ણ કરી દેવાના હેતુથી ડીમોલીશન અને બ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular