જામનગર શહેરમાં હાલમાં ઓવરબ્રિજની કામગીરીને કારણે અંબર ટોકિઝથી જી.જી. હોસ્પિટલનો માર્ગ બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા થતી હોય સોલેરિયમથી જી.જી. હોસ્પિટલનો રસ્તોફરી શરૂ કરવા અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી સુભાષભાઇ ગુજરાતી દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે,
જામનગર માં હાલ વિટોરિયા પુલ થી સાત રસ્તા સુધી ઓવેરબ્રિજ પુલ નું કામ ચાલુ હોય તો તાત્કાલિક અંબર ટોકીજ થી હોસ્પિટલ વારો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી જામનગર અનેક વિસ્તાર જેવાકે ગુલાબનાગર, વિટોરિયાપુલ, નાગેશ્ર્વર, ભીમવાસ,અ નવાગામ ઘેડ, ગુરુદ્વાર, ક્રિકેટ બંગલા, સાત રસ્તા જેવા અનેક રસ્તાઓમાં ટ્રાફિક જામ થઇ જાય છે જ્યાં આજુબાજુ માં સૌરાષ્ટ્રની નંબર વન ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે બાળકો માટે સ્કૂલો આવેલ હોય ત્યાં વાલીઓ અને બાળકો ને માથા નો દુખવો સમાન આ ટ્રાફિક નો સામનો કરવો પડે છે જ્યારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં જવા માટે 108 અને ઇમેજેનસી માટે દર્દી ને લઈ જવા માટે પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે ક્યારેક દર્દી હોસ્પિટલ પોહચતાં જ અવસાન થઈ જઇ છે જો આવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જાય તો દર્દીના જીવ બચી જાય. સોલેરિયમથી જી.જી. હોસ્પિટલ તરફનો આ રસ્તો ખોલી દેવામાં આવે તો હાલ જે ટ્રાફિકની સમસ્યા છે તે હલ પણ થય જાય અને જામનગર નવાગામ ઘેડ વોર્ડ ન.4 માં વસતા તમામ નાગરીકો 40000થી વધુ માણસો વસવાટ કરે છે આ એરિયામાં આઝાદીના સમયથી આર્મી એરિયાથી સોલેરીયમને જોડતો જાહેર રસ્તો હતો અને ત્યાંથી જ નવાગામ ઘેડ માં રહેતા લોકો અવર-જાવર કરતા હતા. આથી આ રસ્તો શરૂ કરવા માંગણી કરાઇ છે.