Monday, December 23, 2024
Homeરાજ્યહાલારસચાણાના સરપંચને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત ખેંચવા માગણી

સચાણાના સરપંચને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત ખેંચવા માગણી

- Advertisement -

સચાણાના સરપંચનું રાજકીય કિન્નાખોરી રાખી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સચાણા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત ખેચવા અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સચાણાના સરપંચ જુમ્મા સુલેમાન કક્કલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાણી સમિતિના પૈસાની ઉચાપત્ત બાબતે સસ્પેન્સ કર્યા છે. સચાણાના સરપંચ વર્ષોથી ભાજપાના સક્રિય આગેવાન અને કાર્યકર છે. તાજેતરમાં સચાણાના કોંગ્રેસ આગેવાનની પુત્રવધુ ગત તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાં જોડાઇ ભાજપાએ તેમને તાલુકા પંચાયત સભ્ય તરીકે ઉમેદવાર બનાવ્યા હતાં. જેથી ભાજપાના હિતમાં સરપંચ જુમ્મા સુલેમાન કક્કલે ચૂંટણીની જવાબદારી લઇ ભાજપાના સભ્ય તરીકે જંગી બહુમતિથી વિજેતા બનાવ્યા હતાં. સરપંચની મહેનતથી કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. આ તાલુકા પંચાયત સદસ્ય ભાજપાની જીતના કોંગ્રેસના આગેવાન દ્વારા સરપંચ વિરુધ્ધ જુદા-જુદા વિભાગોમાં ખોટી અરજીઓ કરતાં રહે છે. તેમના પુત્ર અને પત્નિના નામની ખોટી અરજી કરી તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષનો ઉપયોગ કરી સરપંચ વિરુધ્ધ ખોટી અરજીઓ કરાતાં જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ વિરુધ્ધ એકતરફી કાર્યવાહીઓ કરી છે અને સરપંચને સસ્પેન્સ કર્યા છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી સસ્પેન્સ કરવાનો નિર્ણય પરત ખેંચવા અને જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે પગલાં લેવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular