Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરમોરકંડા પાટીયાથી પતારીયા, સુવારડા સુધીનો માર્ગ પહોળો કરવા માંગણી

મોરકંડા પાટીયાથી પતારીયા, સુવારડા સુધીનો માર્ગ પહોળો કરવા માંગણી

એકઝીમ મિનરલ્સ તથા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

મોરકંડા પાટીયાથી પતારીયા, સુવારડા સુધીના રસ્તાને વાઈડનીંગ કરી પહોળો કરવા એકઝીમ મિનરલ્સ તથા આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, મોરકંડા પાટીયા થી પતારીયા – સુવારડા સુધીનો રસ્તો હાલ 3.75 મીટરની પહોળાઈનો છે. આ રસ્તની બાજુમાં એકઝીમ મિનરલ્સની બ્લેકસ્ટોન કવોરી આવેલી છે. જેમાં કપચીના વેચાણ કરવા તથા ખાણ પરથી પથર લાવવા માટે ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તાની પહોળાઈ ખૂબ જ ઓછી હોવાના કારણે કપચી અને પથર વહન કરવામાં તકલીફ પડે છે આ ઉપરાંત ખેડૂતોન ટ્રેકટરો અને ટ્રકો રસ્તા પરથી સામસામે નિકળવામાં મુશ્કેલીઓ થાય છે. ખેડૂતના ટે્રકટરો તથા બળદગાડા પસાર થતી વખતે કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે અને અકસ્માતો થવાનો પણ ભય રહે છે. આ રસ્તાનું નવીનિકરણ કરવામાં આવે અને આ રસ્તાની પહોળાઇ 5.50 મીટર કે 7 મીટર કરવામાં આવે તો ટ્રાફિકને સરળતાથી નિવારી શકાય અને ક્રશર માલિકોના પ્રશ્ર્નોનું નિવારણ લાવી શકાય તેમ છે. આથી આ અંગે કાર્યવાહી કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular