ગૌ-માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવા તેમજ દેશમાં થલસેનામાં જાતીઓના નામ ઉપર રેજીમેન્ટ છે. તેજ રીતે આહિર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ સાથે આહિર એકતા મંચ ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ગૌ-માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી ગૌહત્યા બંધ કરવા 11 જાન્યુઆરી થી દ્વારકાના આહિર અર્જુન આંબલીયા દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા ઉપર બેઠા છે. આમ છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિભાવ ન આપતાં આજે ગૌમાતાની વેદનામાં મુંડન કરાવી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે વ્હેલીતકે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આવેદનપત્રમાં આહિર રેજિમેન્ટનું ગઠન કરવાની પણ માંગણી કરવામાં આવી છે.