Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતધારાસભ્યની ગ્રાન્ટ વધારી પાંચ કરોડ કરવા માગણી

ધારાસભ્યની ગ્રાન્ટ વધારી પાંચ કરોડ કરવા માગણી

બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર : દોઢ કરોડમાં વિસ્તારને ન્યાય આપી શકાતો નથી

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લીના બાયડમાં ધારાસભ્ય ધવલસિંહને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય જીત હાંસલ કરી હતી. લોકોએ ધવલસિંહ પર વિશ્ર્વાસ મૂકીને તેમને જીતાડવા માટે મત આપવામાં આવ્યો હતો. જેથી લોકોના વિશ્ર્વાસને બનાઈ રાખવા ધવલસિંહ દ્વારા સતત વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જો કે, આ વિકાસના કામોમાં સરકાર દ્વારા આપવામાં આવતી રકમ પૂરતી ન હોવાથી વિકાસના કામો અટકતા હોય તેમ જોવા મળ્યું હતું. જેને ધ્યાને રાખી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.

- Advertisement -

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વાર્ષિક ગ્રાન્ટની રકમ 5 કરોડ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્ય દ્વારા આગામી બજેટમાં ધારાસભયોને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. પંચાયતોમાં છૂટા છવાયા પરા હોવાને કારણે પાંચથી સાત જેટલા ગામો છે. જેથી વિકાસના કામો માટે એક લાખ જેટલી રકમ ફાળવી શકું તેમ છું અને આટલી ગ્રાન્ટ થકી કોઈ વિકાસના કામો થાય તેમ ન હોવાથી વાર્ષિક અપાતી ગ્રાન્ટની રકમને 5 કરોડ જેટલી કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી કરીને વિકાસના કામો સરળતાથી થઇ શકે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અનેક બાબતો પર ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટની રકમને લઈ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ધારાસભ્યો દ્વારા આ મુદ્દે માંગ કરવામાં આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત બાયડના ધારાસભ્ય દ્વારા ગ્રાટની રકમમાં વધારો કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ગ્રાન્ટની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, ધારાસભ્યોની આ માંગને લઈને આવનારા બજેટમાં ક્યા મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular