Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાલ્મિકી સમાજ વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરનાર તારક મેતા ફેઇમ બબીતા સામે...

વાલ્મિકી સમાજ વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરનાર તારક મેતા ફેઇમ બબીતા સામે ફરિયાદ દાખલ કરવા માંગણી

- Advertisement -

તારક મેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી તરીકે રોલ બજાવતી બબીતા એટલે કે, મુનમુન દત્તા દ્વારા અનુસૂચિત જાતી પૈકી વાલ્મિક સમાજ વિરુધ્ધ અપમાનીત શબ્દનો પ્રયોગ કર્યો હોય, તેની વિરુધ્ધ એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવા જામનગર વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખના પ્રમુખ દિપકભાઇ વાઘેલા તેમજ સામાજિક કાર્યકર અમિત પરમાર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ગત તા. 9ના રોજ તારક મેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતાએ અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિક સમાજ વિરુધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોય, વાલ્મિક સમાજનું અપમાન થયું હોવાની જણાવી તેની વિરુધ્ધ એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ દાખલ કરવા માંગણી કરાઇ છે. જામનગર વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખના પ્રમુખ દિપકભાઇ વાઘેલા, ઉપપ્રુમખ વિજય ચૌહાણ, અધ્યક્ષ મનોજભાઇ સોલંકી, રામજીભાઇ સોલંકી, ચમનભાઇ પરમાર, સંજયભાઇ ચૌહાણ, કાનજીભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, વૃજલાલ મકવાણા, શૈલેષભાઇ કબીરા, પ્રવિણભાઇ નારોલા, કિરીટભાઇ મકવાણા, સચિન સોલંકી, મયૂરભાઇ દંડીયા સહિતના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જામનગરના સામાજિક કાર્યકર અમિત પરમાર દ્વારા પણ આ બાબત અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular