દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ સલાયાની 45 હજાર જેટલી વસ્તી છે. સલાયાની રેફરલ હોસ્પિટલમાં ત્રણ ડૉકટરોની જરૂરિયાત છે. પરંતુ છેલ્લા 12 મહિનાથી માત્ર એકજ ડૉકટર ફરજ બજાવે છે. બાકી રહેલ બે ડૉકટરની નિમણું કરવા અનેક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરેલ નથી. હાલ ચોમાસની ઋતુમાં દરરોજના પ00 જેટલા ઓપીડી કેસ આવે છે. પરંતુ એક જ ડૉકટર હોવાથી લોકોને ભારે તકલીફ જોવા મળી રહી છે. ગત તા. 31-7ના રોજ 526 ઓપીડી આવેલ હતી. તો એકજ ડૉકટર કેટલા દર્દીઓને ચકાસી શકે ? હાલ બે ડૉકટરોની જગ્યા ખાલી છે. પરંતુ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી નથી. દરરોજ હજારો દર્દીઓએ ના છુટકે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે છે. રેફરલ હોસ્પિટલમાં એકજ ડૉકટર છે તેમનો પણ કોન્ટ્રાકટ પૂરો થઇ રહયો છે અને મળેલ માહિતી મુજબ ફરીથી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં નહીં આવે એવો સરકારી આદેશ છે. તો આ એકમાત્ર ડૉકટરનો કોન્ટ્રાકટ રીન્યુ નહીં થાય તો સલાયાની હોસ્પિટલ ડૉકટર વિહોણી બની જશે. માટે ખાલી પડેલ બે જગ્યામાંથી એક ડૉકટરની કાયમી નિમણુંક થઇ જાય તો પણ રાહત થઇ શકે એમ છે. તો આ ખાલી પડેલ ડૉકટરની જગ્યામાં ડૉકટરની નિમણુંક કરવામાં માંગણી ઉઠી છે.