Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર વેપારી મહામંડળની માંગણી વેપારીઓના ફરજ્યિાત રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરો

જામનગર વેપારી મહામંડળની માંગણી વેપારીઓના ફરજ્યિાત રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરો

લોકડાઉનથી ભાંગી પડેલા વેપારીઓને ખાસ રાહતો આપવા મુખ્યમંત્રીને રજૂઆત

- Advertisement -

કોરોના લોકડાઉનમાં સૌથી વધુ માર સહન કરનાર વેપારીઓએ સરકાર પાસે વિવિધ રાહતોની માંગણી કરી છે. તેમજ તાજેતરમાં સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજિયાત કરવામાં આવેલાં રસીકરણને લઇને જામનગર વેપારી મહામંડળે શહેરમાં વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓ માટે ખાસ કરીકરણ ઝુંબેશ ચલાવવા તેમજ જુદા-જુદા વિસ્તારોમાં અલાયદા બુથ ઉભા કરવા માંગણી કરી છે.

જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા રવિવારથી નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે અને વેપારીઓ માટે વેપાર માટેનો સમય સાંજે 7 થી વધારીને રાત્રે 9 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ સાથે જ વેપારીઓ માટે વેક્સિનેશન ફરજ્યિાત કરવામાં આવ્યું છે અન્યથા વ્યાપાર સ્થાનો બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. એક તરફ શહેર સહિત રાજયમાં વેક્સિનની અછત વર્તાઇ રહી છે. ત્યારે આટલા ટૂંકા સમયમાં તમામ વેપારીઓને રસી આપી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં સરકારે વેપારીઓને રસી લેવા માટે વધુ સમય આપવો જોઇએ. તેમજ જુદા-જુદા વિસ્તારોમાં વેપારીઓ માટે ખાસ બુથ ઉભા કરીને રસીકરણ ઝુંબેશ ચલાવવી જોઇએ. આ માટે જગ્યા સહિતની વ્યવસ્થા કરવા વેપારી મંડળ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું છે. વેક્સિનેશનની સૂચારૂં વ્યવસ્થા માટે વેપારી મંડળ દ્વારા જિલ્લા કલેકટર, કમિશનર અને એસપીને પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારી મહામંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, શોપ લાયસન્સ ધરાવતાં દુકાનકારો તથા કારખાનેદારો માટે વિવિધ પ્રકારની રાહતો આપવી જોઇએ. વેપારી મહામંડળે વર્ષ 2020-21 અને 2021-22 માટે વ્યવસાય વેરો માફ કરવા, પ્રોપર્ટી ટેકસની વસુલાત એક વર્ષ મુલત્વી રાખવા વેપારીઓને ઓછા વ્યાજથી નાણાંકિય સહાય આપવી, વિજ બિલમાં ફિકસ ચાર્જ વસુલ ન કરવો. દુકાન કે ઓફિસમાં વેપારી જયારે એકલા હોય ત્યારે તેમને માસ્ક પહેરવામાંથી મુકિત આપવી. તેમજ છેલ્લા બે વર્ષ દરમ્યાન સરકારી નિયંત્રણ હેઠળના તમામ લાયસન્સ રિન્યુ કરવામાં કોઇપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular