Saturday, January 10, 2026
Homeરાજ્યસોમનાથના સાનિધ્યે અદ્યતન અતિથિગૃહનું લોકાર્પણ

સોમનાથના સાનિધ્યે અદ્યતન અતિથિગૃહનું લોકાર્પણ

ભગવાન સોમનાથના સાનિધ્યમાં રૂા. 30.55 કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અદ્યતન અતિથિગૃહનું પ્રધાનમંત્રી મોદીએ આજે વર્ચ્યઉલ લોકાર્પણ કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

- Advertisement -

સોમનાથ મંદિરની બાજુમાં જ 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ચાર માળના આલીશાન અતિથિગૃહનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. અદ્યતન સુવિધા સાથેના આ અતિથિગૃહમાં બે વીવીઆઇપી સ્યુટ, 8 વીઆઇપી રૂમ, 24 ડિલકસ રૂમ, જનરલ અને વીઆઇપી ડાઇનિંગ, કોન્ફરન્સ રૂમ તેમજ 200 લોકોને સમાવતાં ઓડિટોરિયમ હોલની સુવિધા વિકસાવવામાં આવી છે. આ અતિથિગૃહની ખાસિયત એ છે કે, તેને ‘ૐ’ આકારમાં બનાવવામાં આવ્યું છે. જે મહાદેવનું પ્રતિક છે.

- Advertisement -

આ અતિથિગૃહમાં ઉતરનારા અતિથિઓ અરબી સમુદ્ર અને ભગવાન સોમનાથના મંદિરનો અદભૂત નઝારો માણી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular