Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી.હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના કેસમાં ઘટાડો, આજે વધુ 1 દર્દીનું મોત

જી.જી.હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના કેસમાં ઘટાડો, આજે વધુ 1 દર્દીનું મોત

4 લોકોએ આંખો ગુમાવી : 100 કરતા વધુ સર્જરી

- Advertisement -

જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ક્રમશ ઘટતી જાય છે. જ્યારે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધતા જાય છે. આજે 2જુનની સ્થિતિ મુજબ, મ્યુકોરમાઈકોસિસ વોર્ડમાં 132 દર્દીઓ સારવાર હેઠળ છે અને 101 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. આજે વધુ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -

જીજી હોસ્પિટલમાં 4 દિવસ પૂર્વે મ્યુકરમાયકોસિસના 137 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી 12 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને બે દિવસમાં વધુ 7નવા દર્દીઓ આવતા હાલ મ્યુકરમયકોસિસ વોર્ડમાં હાલ 132 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધી 101 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જે પૈકી 4લોકોએ આંખો ગુમાવી છે. આજે સવારે જીજી હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મ્યુકરમાયકોસિસના લીધે મૃત્યુ નીપજતા કુલ મૃતકઆંક 6 પર પહોચ્યો છે.

અંતે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કોરોનાથી સ્વસ્થ થયા બાદ મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા વધી રહી રહી છે. જામનગર કોવિડ-એ બિલ્ડિંગમાં ત્રીજા માળે તેમજ બીજા માળે મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ 132 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં આ રોગના દૈનિક 5થી7 નવા દર્દીઓ આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular