રાજ્યના શિક્ષણ વિભાગમાં વર્ષ 2016માં ભરતી થયેલા શિક્ષણ સહાયકોને કાયમની શિક્ષકની નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પુરા થયા છે તેવા શિક્ષકોને સરકાર દ્વારા હવે કાયમી કરવામાં આવશે અને શા માટે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી ઓને કેમ્પનું આયોજન કરી કાર્યવાહી કરવાના સીધા આદેશ કરવામાં આવ્યા છે.
ગત વર્ષ 2016માં શિક્ષણ સહાયક તરીકે ભરતી થયેલા અને પાંચ વર્ષનો નિયમ અનુસાર નો સમયગાળો પૂરો કર્યો હોય તેવા તમામ શિક્ષકોને કાયમી કરવા માટે ની પ્રક્રિયા શરૂ કરવાના આજે થયા છે તારે હવે 2016માં શિક્ષણ સહાયક તરીકે નિયુક્ત થયેલા શિક્ષકો આગામી દિવસોમાં કાયમી શિક્ષક થઈ જશે.
પ્રાપ્ત વિગતોનુસાર બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો કે જેમની વર્ષ 2016માં અલગ અલગ જિલ્લાઓમાં ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મુજબ પાંચ વર્ષ પુરા થઈ ચુક્યા છે. તેવા તમામ શિક્ષણ સહાયકોને પૂરા પગારથી સમાવવા માટે ની પ્રક્રિયા અને તેની સમયમર્યાદા નક્કી કરીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.