જામનગરમાં એસ.પી. બંગલા નજીકના દુકાનદારની રાત્રિના સમયે તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ડીએસપી બંગલા સામે તીનબતિ પાસે રહેતાં વેપારી ભગવાનદાસ ધીરજલાલ રોહેરા (ઉ.વ.65) નામના વૃદ્ધની તબિયત સોમવારે મધ્યરાત્રિના એકાએક લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની હનિશભાઇ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.