- Advertisement -
જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બરમાં રહેતા વૃદ્ધાએ પાણીના બદલે સેવલોન પી જતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલા રાજ ચેમ્બર 9/13 બ્લોકમાં રહેતા વનિતાબેન વસંતલાલ કાત્રોડિયા (ઉ.વ.81) નામના વૃધ્ધાએ સોમવારે મધ્યરાત્રિના સમયે પાણી પીવાના બદલે ડ્રેસિંગ કરવા માટેનું સેવલોન ભૂલથી પી જતા વિતરીત અસર થવાથી સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધ્રુવ કાત્રોડિયા દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -