આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે હાલ રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રહીશ એવા દેવશીભાઈ ગોપાલભાઈ વાઘડિયા નામના 85 વર્ષના વૃદ્ધ એક આસામીની વાડીમાં દેખરેખ કરી રહ્યા હોય, ત્યારે કોઈ અકળ કારણોસર પડી જવાના કારણે ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મહેશભાઈ દેવશીભાઈ વાઘડિયાએ દ્વારકા પોલીસને કરી છે.