આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ધારાગઢ ગામના પાટિયા પાસે રહેતા અને મૂળ રાણાવાવ તાલુકાના રહીશ ઈશાભાઈ યુસુફભાઈ કારેજા નામના 65 વર્ષના સંધી વૃદ્ધ તેમના જીજે-10-બીએલ-1661 નંબરના મોટરસાઇકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર પોરબંદર-જામનગર હાઈ-વે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક થઈ રહેલા જીજે-01-એવાય-8053 નંબરના એક ટ્રકના ચાલકે ઈશાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા ઈશાભાઈનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી ટ્રકચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ધારાગઢ ગામના બસીરભાઈ ગુલમામદભાઈ કારેજાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ટ્રકચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.