જામનગર તાલુકાના ચેલા ગામમાં એસઆરપી કેમ્પ પાછળના રહેણાંક વિસ્તારમાં વીજ થાંભલા ઉપર રીપેરીંગ કામ કરતાં સમયે રાહુલ તાવીયાડ (ઉ.વ.20)નામના યુવકને વીજશોક લાગતાં ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.
ત્યારબાદ ગંભીર ઘવાયેલા રાહુલને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ મગનભાઇ ચનીયારા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.