જામનગર શહેરના નંદનવન પાર્કમાં રહેતા યુવાનને છાતીમાં દુ:ખાવો થતા મોત નિપજ્યું હતું.
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નંદનવન પાર્કમાં રહેતા રૂપેશ લીલાધર બારમેડા (ઉ.વ.43) નામના યુવાનને સાત વર્ષથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોય દરમિયાન મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ આર.કે.ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.