લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાછળ સ્વીમીંગ પુલમાં ન્હાવા પડેલા જામનગરના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ઠેબા ચોકડી નજીક રહેતો દિપક પ્રવિણ પરમાર (ઉ.વ.21) નામનો યુવક શુક્રવારે બપોરે લાલપુર તાલુકાના હરીપર નજીક આવેલા પેટ્રોલ પંપ પાછળ સ્વીમીંગ પુલમાં ન્હાવા પડયો હતો અને તે દરમિયાન પાણીમાં ગરક થઈ જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા પ્રવિણભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.