Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક પુરપાટ જતું બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતું બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયામાં બાઈક પર પસાર થતા યુવાને ગોળાઈમાં વાહન પરનો કાબુ ગુમાવી દેતાં સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

બનાવની વિગત મુજબ, ખંભાળિયા નજીકના યોગેશ્ર્વર નગર- 2 ખાતે રહેતા મહેન્દ્રભાઇ ઊર્ફે મુકેશભાઈ ત્રિવેદીનો 21 વર્ષીય વિદ્યાર્થી યુવાન પુત્ર રાજ ગત તા.25 ના રોજ પોતાના જી.જે-37-ડી-5287 પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલપંપ નજીકની ગોળાઈ પાસે વણાંક લેતા આ બાઈક સ્લીપ થઇ ગયું હતું. જેના કારણે રાજને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રાજ ત્રિવેદી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular