જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા શ્રમિક યુવાને તેના ઘરે કોઇ કારણસર મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા હરેશ મેઘજીભાઈ બાબરિયા (ઉ.વ.35) નામના યુવાનનું મંગળવારે રાત્રિના સમયે કોઇ કારણસર બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિક્રમભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.જે. પોપાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાનનું મોત કયા કારણોસર નિપજ્યું તે અંગેની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.