જામનગર શહેરના ગુલાબનગરમાં રાજમોતી ટાઉનશિપ પાસે કડિયાકામ કરતા સમયે બીજા માળેથી પગ લપસી જતાં નીચે પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ તુલસીભાઈ રાઠોડ (ઉ.વ.50) નામના પ્રૌઢ કડિયાકામ કરતા હતાં અને આ દરમિયાન મંગળવારે બપોરના સમયે ગુલાબનગરમાં રાજમોતી ટાઉનશિપમાં બીજા માળે કડિયાકામ કરતા હતાં તે સમયે અકસ્માતે પગ લપસી જતા પડી જવાથી માથામાં ઈજા પહોંચતા સારવાર માટે ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર યોગેશ દ્વારા જાણ કરાતા હેકો એસ એસ દાંતણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં બીજા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત
ગુલાબનગર વિસ્તારમાં કડિયાકામ કરતા સમયે મંગળવારે પગ લપસ્યો : જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી