જામનગર તાલુકાના મોરારસાહેબના ખંભાલિડા ગામમાં રહેતાં મહિલાની બીમારી સબબ તબિયત લથડતા ધ્રોલ અને ત્યારબાદ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોરારસાહેબના ખંભાલિડા ગામના નાનાવાસમાં રહેતાં છાયાબા કનકસિંહ જાડેજા (ઉ.વ.36) નામના મહિલાને એક વર્ષથી ડાયાબિટીસ અને શ્વાસની બીમારી થઈ હતી. આ બીમારી સબબ ગત તા.5 ના સવારના સમયે તબિયત લથડતા મહિલાને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મંગળવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કનકસિંહ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.
ખંભાલિડા ગામમાં બીમારી સબબ તબિયત લથડતા મહિલાનું મોત
એક વર્ષથી ડાયાબિટીસ અને શ્વાસની બીમારી : સપ્તાહ પૂર્વે તબિયત લથડતા ધ્રોલની અને બાદમાં જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી