Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરચાલુ રીક્ષાએ ચક્કર આવતા પડી જવાથી ઈજા પહોંચતા પ્રૌઢનું મોત

ચાલુ રીક્ષાએ ચક્કર આવતા પડી જવાથી ઈજા પહોંચતા પ્રૌઢનું મોત

એક વર્ષથી મગજમાં લોહી પહોંચતું ન હોય, જેના કારણે માથાનો દુ:ખાવો અને ચકકર આવતા: કનસુમરાના વાડી વિસ્તારમાં રીક્ષા લઇને જતાં હતાં તે સમયે અકસ્માત: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના કનસુમરા વાડી વિસ્તારમાંથી રીક્ષા લઇને જતાં પ્રૌઢને ચકકર આવતા ખાડામાં પડી જતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હાજીભાઈ સિદિકભાઈ સાંઘાણી (ઉ.વ.55) નામના પ્રૌઢને છેલ્લાં એક વર્ષથી મગજમાં બ્લડ પહોંચતું ન હતું. જેથી અવાર-નવાર માથાનો દુ:ખાવો થતો હોય. તેમજ ચકકર આવી જતાં હતાં. દરમિયાન પ્રૌઢ ગત શુક્રવારના બપોરના સમયે કનસુમરા વાડી વિસ્તારમાંથી તેની રીક્ષા લઇને જતાં હતાં તે દરમિયાન અચાનક જ ચકકર આવી જતાં ચાલુ રીક્ષામાંથી પાણીના ખાડામાં પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વસીમભાઇ દ્વારા કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પોહંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular