જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતાં પરપ્રાંતિય પ્રૌઢ નશાની હાલતમાં પડી જતાં શરીરે અને માથામાં ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના બાસડીહના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં છૂટક ડ્રાઈવિંગ કરતા સુભાષચંદ્રસિંગ ગોપાલસિંગ રાજપૂત (ઉ.વ.55) નામના પ્રૌઢ મંગળવારે રાત્રિના સમયે નશાની હાલતમાં પડી જતાં શરીરે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું બુુધવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સમસેરસિંગ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.