ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ખારા નાકા વિસ્તારમાં એક વહાણમાં ચાલી રહેલા સુતારી કામ દરમિયાન આંધ્ર પ્રદેશ રાજ્યના ઇષ્ટ ગોદાવરી જિલ્લાના કોટિંગ તાલુકાના મૂળ વતની એવા બોજમીદી શ્રીનિવાસ સત્ય નારાયણ નામના 57 વર્ષના આધેડ એકાએક પગ લપસી જતા વહાણ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને મૂર્છિત હાલતમાં વધુ સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખેસાડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ સુરુબાબુ મસલીયા નામના યુવાને સલાયા મરીન પોલીસને કરી છે.